Louis braille biography in gujarati
Louis braille biography in gujarati
Louis braille biography for children...
Louis Braille: પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાન બન્યા હતા લુઈ બ્રેઈલ, આ રીતે 16 વર્ષની ઉંમરે બનાવી બ્રેઈલ લિપિ
World Braille Day 2022: આધુનિક વિશ્વમાં પ્રગતિ અને સમાનતાની દ્રષ્ટિએ આજનો દિવસ બહુ મહત્વનો છે કારણકે આજે એક એવા મહાન વ્યક્તિનો જન્મ થયો હતો, જેમણે આગળ જતાં બ્રેઈલ લિપિની શોધ કરી જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વાંચવા-લખવાનું શક્ય બન્યું.
એ મહાન વ્યક્તિ એટલે લુઈ બ્રેઈલ (Louis Braille).
પ્રજ્ઞાચક્ષુ માટે બ્રેઈલ લિપિનો આવિષ્કાર કરનારા લુઈ બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી 1809માં ફ્રાંસના એક નાનકડા વિસ્તાર કુપ્રેમાં થયો હતો. લુઈ 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. લુઈ બ્રેઈલે પોતે નેત્રહીન હોવા છતાં પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા-લખવામાં સક્ષમ બનાવવા માટે એક નવી ભાષા શોધી, જેને બ્રેઈલ લિપિ (Braille script) કહેવાય છે.
Louis braille coin
બ્રેઈલ લિપિની મદદથી આજે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે.
જન્મથી જ નેત્રહીન ન હતા લુઈ બ્રેઈલ
ફ્રાંસમાં રહેતા લુઈ બ્રેઈલ જન્મથી નેત્રહીન ન હતા. તેઓ 3 વર્ષના હતા ત્યારે એક દુર્ઘટનામાં તેમની આંખોની રોશની જતી રહી.
લુઈ બ્રેઈલના પિતા રેલે બ્રેઈલ શાહી ઘોડાઓ માટે કાઠી બન